ઠેર-ઠેર રખડતાં પશુઓ હજુ કેટલાક નો ભોગ લેશે ? ભટકતું મોત અને ભયમાં જીંદગી જનતા ની સલામતી ની જવાબદારી કોની ? શું તંત્ર રખડતાં ઢોરો નો ત્રાસ નાથવા યોગ્ય અને અસરકારક કાર્યવાહી થશે કે પછી હોતા હૈ ચલતા હે

જાફરાબાદ ખાતે તાજેતરમાં સામાકાંઠા બાલકૃષ્ણ સોસાયટી માં રહેતા એક બહેનને આખલા દ્વારા તેઓને પાછળથી આવીને માથું મારતાં ફગાવી દેતાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક ધોરણે દવાખાને સારવાર માટે લઇ જતા ત્યાંથી વધુ સારવાર માટે મોહવા લઈ જવામાં આવ્યા હતા અવારનવાર રખડતા ઢોર ખુટિયા દ્વારા લોકો ઉપર જીવલેણ હુમલો અવારનવાર કરતા હોય તંત્ર મોન કુતરા ઓ પણ અવારનવાર બાળકો તેમજ વૃધ્ધો બટકા ભરતાં હોય તો શું આ જવાબદારી કોની ? જાફરાબાદ શહેર માં છેલ્લા ઘણા સમયથી જાહેર બજારમાં જાહેર માર્ગ ઉપર રખડતાં ઢોરો ખુટિયાઓ ના ત્રાસ થી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. છતાં વહીવટીતંત્ર ખુદ જાણે છતાં પણ જનતા ની કંઇજ પડી ના હોય તેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવી પરિસ્થિતિ જોવામાં આવી રહી છે ! રખડતાં ઢોર નો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. તેમજ શાક માર્કેટમાં પણ અવારનવાર ખુટિયાઓ આવી ચડતા હોય છે.જાહેર રોડ રસ્તા ઉપર તેમજ સોસાયટીઓમાં સામે સામે યુધ્ધ કરતા ખુટિયાઓ ના લીધે અનેકવાર લોકો હાથ પગ ભાંગ્યા છે. નાગરિકો ની ગાડી ઓ ટુવ્હીલર માં જતાં લોકોને પણ ફગાવી ઉપર હુમલો કરી દેતાં હોય પણ તંત્ર ગંભીરતાથી પગલાં લેવામાં આવતા નથી અમુક લોકોને આ રખડતાં પશુઓ ને લીધે મોતનાં મુખમાં પણ જતા રહ્યા છે તો અમુક લોકો હાથ પાટું ભાંગી બેઠાં છે. વૃધ્ધો, તેમજ મહિલા ઓ, બાળકો , દર્દીઓ, આવાં રખડતાં ઢોરના ઝપટે ચડી જાયે છે. અને જખ્મી થાઈ છે. રખડતાં પશુઓ હજુ કેટલાક નાગરીકો ઓ ના ભોગ લેશે ? લોકો માંથી સવાલ પુછાઈ રહ્યો છે કે આવા ઢોર માલીકો સામે કાર્યવાહી ક્યારે થશે પ્રજાની સલામતી માટે સંબંધીત તંત્ર ક્યારે જાગશે માટે લોકો ની ઉગ્ર માંગણી છે કે આવા રેઢિયાળ ઢોર તેમજ કુતરા ઓ સામે પગલાં લેવામાં આવે તેવી લોકોમાંથી ઉગ્ર માગણી છે. નોંધવું રહ્યું કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ રખડતાં ઢોર નો શિકાર બન્યા હતા તો ખુદ મુખ્યમંત્રી ના કોન્વે માં આખલો ઘુસી આવ્યો બાદ પણ રખડતાં ઢોરો નો ત્રાસ નાથવા યોગ્ય અને અસરકારક કાર્યવાહી થતી નથી અને કેટલીય નિદોર્ષ જનતા અકસ્માત સહિત મોતને ભેટી રહી હોવા છતાં સંવેદનશીલ સરકાર ની સંવેદના કેમ જાગતી નથી ? સરકારી તંત્ર માં સામાન્ય નાગરિક ની ફરિયાદ ગંભીરતાથી લેવાતી નથી ? પણ છતી આંખે દેખાતી જાહેર ગંભીરતા સામે સરકાર કેમ ગંભીર બનતી નથી ? અને વહીવટી તંત્ર માં જો માનવતા જાગે તો આ અંગે કડક અને અસરકારક પગલાં ભરે ! તેવી જનતા જનાર્દન માંથી માંગ થઇ છે.