વકીલ જિંદાલે કહ્યું કે જેહાદીઓએ મારું પણ માથું કાપી નાખવાની ધમકી આપી છે. મારા ઘરે એક પત્ર મોકલવામાં આવ્યો હતો. મારો અને મારા પરિવારનો જીવ જોખમમાં છે. દિલ્હી પોલીસને આ રજુઆત કરી છે. દિલ્હી પોલીસ કમિશ્નર અને ઉત્તર પશ્ચિમ દિલ્હીના ડેપ્યુટી કમિશનરને આ અંગે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.
તેણે ટ્વીટની સાથે એક પત્ર પણ શેર કર્યો છે, જેના પર લખ્યું છે, “અલ્લાહનો સંદેશ છે વિનીત જિંદાલ તેરા ભી સર તન સે જુડા કરેંગે જલ્દી.”
જિંદાલનો આરોપ છે કે તેને ભૂતકાળમાં પણ દેશ અને વિદેશમાંથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. તેણે કહ્યું કે તેના ઘરે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો છે, પરંતુ આ કેમેરામાં કાપલી ફેંકનારનો ચહેરો કેદ થઈ શક્યો નથી.

જિંદાલે હાલમાં જ અજમેર દરગાહ સાથે સંકળાયેલા ખાદિમ આદિલ ચિશ્તી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. માનવામાં આવે છે કે આ કારણથી તેને ધમકી આપવામાં આવી હતી. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેને કોણે અને શા માટે ધમકી આપી તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે વિનીત જિંદાલને પહેલાથી જ દિલ્હી પોલીસ તરફથી સુરક્ષા મળી ચુકી છે. જિંદાલની સુરક્ષા માટે ખાનગી સુરક્ષા અધિકારી તૈનાત કરવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
વિનીતે અજમેર દરગાહ સાથે સંકળાયેલા સરવર ચિશ્તીના પુત્ર આદિલ ચિશ્તી વિરુદ્ધ હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ કરી હતી. જિંદાલે મંગળવારે રાત્રે ટ્વીટ કરીને ધમકીનો પત્ર મળ્યો હતો. વકીલ જિંદાલને ભૂતકાળમાં દેશી અને વિદેશી નંબરો પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે.