આવકવેરા વિભાગની ટીમે આજે બુધવારે દિલ્હી-NCRમાં દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી હતી.
આવકવેરા વિભાગની ટીમે નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. આ સિવાય ફરીદાબાદની ચાર હોસ્પિટલો પર કાર્યવાહી કરવામાં આવી છે. ગુરુગ્રામમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે
સૂત્રોના જણાવ્યા અનુસાર IT ટીમોએ 20થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.
નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને અન્ય જગ્યાઓમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે નોઈડાના સેક્ટર 11-12માં આવેલી મેટ્રો હોસ્પિટલ પર આવકવેરાના આ દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગના એક ડઝન અધિકારીઓ હોસ્પિટલમાં હાજર છે અને કાગળોની ચકાસણી કરવામાં આવી રહી છે. નોઈડા પોલીસ પણ સ્થળ પર હાજર છે.
ફરીદાબાદની ચાર મોટી હોસ્પિટલોમાં પણ આવકવેરાના દરોડા પડ્યા છે. અહીંની ક્યુઆરજી, સર્વોદય, એસએસબી અને એકોર્ડ હોસ્પિટલમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલ સાથે જોડાયેલા લોકોના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી સવારે 7.30 વાગ્યાથી ચાલુ છે.