વઢવાણ તાલુકાના કટુડા ગામે કાંકરિયા તળાવ પાસે વિશાળ 111 બિલ્વપત્ર વૃક્ષના સાનિધ્યમાં શ્રી અર્ધનારેશ્વર મહાદેવજીની વિશાળ મૂર્તિ અને લિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું. તેમજ પ્રત્યેક 111 બિલ્વપત્ર વૃક્ષ નીચે પણ શંકર ભગવાનની લિંગની સ્થાપના કરવામાં આવી છે.આ ઉપરાંત મંદિરના પ્રાંગણમાં નવ ગ્રહો,માર્કંડેય ઋષી, દુર્વાસા ઋષીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મહાદેવજી વિશાળ 111 બિલ્વપત્ર વૃક્ષો નીચે બિરાજતા હોય તેવું આ એક જ સ્થાન હશે.આ મંદિરમાં અર્ધનારેશ્વર મહાદેવજી, નવ ગ્રહો,માર્કંડેય અને દુર્વાસા ઋષીની સ્થપના અને 111 બિલ્વપત્ર વૃક્ષને વાવી ઉછેરવામાં કટુડા ગામનાં ધર્મપ્રેમી સુખદેવસિંહ બળવંતસિંહ ઝાલા દ્વારા તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિના રોજથી આ કાર્ય શરૂ કરાયું હતું. તેમાં ભગીરથભાઈ રાવલ, રાજભા ઝાલા, મનુભા ઝાલા, મેરૂભા ઝાલા, દિલીપસિંહ ઝાલા સહિતના અને કટુડાના યુવાનો તેમજ ગ્રામજનો દ્વારા મહેનત કરી તળાવની પથરાળ જમીન પર 111 વિશાળ બિલ્વપત્રના વૃક્ષ ઉછેરવામાં આવ્યા છે.આવા પવિત્ર અને ધાર્મિક વાતાવરણમાં શ્રાવણ માસમાં દરરોજ ચાર ટાઈમ આરતી અને દીપમાળા કરવામાં આવે છે. દરરોજ બપોરે 1:00 થી 3:30 દરમિયાન યજ્ઞ કરવામાં આવે છે.આ સાથે દરરોજ વિશાળ પાર્થેશ્વર મહાદેવજી અને નંદી બનાવી પૂજા કરવામાં આવે છે. કટુડા તેમજ આજુબાજુના લટુડા, ચમારજ અને પ્રાણગઢના ગ્રામજનો આ મંદિરના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं