ગુજરાત ATSએ 225 કિલો એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે મહેશ વૈષ્ણવ, પિયુષ પટેલ,દિલીપ વઘાસિયા,દિનેશ ધ્રુવ,રાકેશ મકાણી અને વિજય વસોયાની ધરપકડ કરી છે.

પકડાયેલ આરોપીઓના રિમાન્ડ મેળવીને ATS એ વધુ તપાસ હાથ ધરી છે જેમાં અલગ અલગ ટીમ બનાવી વડોદરા,ભરૂચ અને સુરત ખાતે આરોપીઓના ઘરે તેમજ ગોડાઉનમાં રેડ કરી હતી.

આરોપી મહેશ અને પીયૂષના વડોદરાના સાકરદા ગામા આવેલ ગોડાઉનમાંથી એમ.ડી ડ્રગ્સ 45 ગ્રામ,પ્લાસ્ટિકની 5 ટ્રેમાં ચોંટેલી એમ.ડી ડ્રગ્સ ,70 ડ્રમ અને અન્ય કેમિકલ મળી આવ્યું હતું.મહેશ ધોરાજીના સુરત ખાતેના ઘરેથી એમ.ડી ડ્રગ્સ વેચાણના 50 લાખ રોકડ,કાર અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા.સાયખા જી.આઈ.ડી.સી માંથી 195 કિલો એમ.ડી. ડ્રગ્સ બનાવ્યા બાદનો વેસ્ટ મળી આવ્યો હતી.દિલીપ વઘાસિયા,રાકેશ મકાણી અને વિજય વસોયાના મકાનમાંથી 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.આ તમામ જગ્યાએ રેડ કરવા ATS એ ભરૂચ,સુરત,વડોદરા,મોરબી SOG ની પણ મદદ લીધી હતી.

અગાઉ 2016- 17 માં પકડાયેલ આરોપીઓ મહેશ અને પિયુષે સાથે મળીને વડોદરા ખાતેની ફેક્ટરીમાં ઇન્ટરમિડીયેટ કેમિકલ પાવડર ની પ્રોસેસ કરીને 9 કિલો જેટલો અલ્પરાઝોલમ નામનો પદાર્થ બનાવ્યો હતો જે રાજસ્થાનના સરપંચ તરીકે ઓળખાતા ઇસમને વેચ્યો હતો.ડ્રગ્સ ટ્રાફિકિંગમાં સંકળાયેલ ટોળકી દ્વારા એમ.ડી.ડ્રગ્સ બનાવીને મુંબઈના ઇબ્રાહિમ હુસૈન ઓડિયા તેમજ તેના પુત્ર બાબા ઇબ્રાહિમ અને રાજસ્થાનના ભવાનીમંડી પાસેના જાવેદને વેચ્યું હતું.