ટેક્નોલોજીની મદદથી ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લિંક આંગળીનાં ટેરવાથી કરી શકાશે
વોટર હેલ્પલાઇન એપ્લિકેશન થકી લિંક કરવું સરળ બન્યું
ભારતીય ચૂંટણીપંચ, નવી દિલ્હી દ્વારા ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દરેક મતદાતાએ પોતાનું ચૂંટણીકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવાનું રહે છે. હાલમાં ભાવનગર જિલ્લામાં ઝુંબેશરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીની વિવિધ કામગીરી માટેનાં ફોર્મમાં સુધારાઓ કરવામાં આવેલ છે. જે પૈકી તમામ માદાતાઓને પોતાના ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે ફોર્મ નં.૬(બ) મુકવામાં આવેલ છે.
આગામી ખાસ ઝુંબેશનાં દિવસો દરમ્યાન એટલે કે, તા.૨૮/૦૮/૨૦૨૨, તા.૦૪/૦૯/૨૦૨૨ અને તા.૧૧/૦૯/૨૦૨૨ (રવિવાર) ના રોજ તમામ મતદાન મથકો ઉપર બી.એલ.ઓ. પાસેથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે
આ સિવાય ટેકનોલોજીના યુગમાં ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સંદર્ભે ફોર્મ ભરવાની આ કામગીરી મોબાઈલમાં પણ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ માટે વોટર હેલ્પલાઈન એપ્લીકેશન (VHA) લોકોની સરળતા માટે બનાવવામાં આવી છે. આ એપ્લીકેશન પોતાના મોબાઈલમાં Play Store માંથી ડાઉનલોડ કરી શકાશે અને દરેક મતદાર ઘરેબેઠા જ આંગળીનાં ટેરવે પોતાનાં ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી શકશે.
આજનાં ટેક્નોલોજીના યુગમાં લોકોની સરળતા માટે બનાવવામાં આવેલ એપ્લોકેશન એ આવશ્યક સાબિત થશે. ઘરેબેઠા આ સેવાનો લાભ લેવા જરૂરી સ્ટેપ આ મુજબ છે. સૌપ્રથમ પ્લે સ્ટોર પરથી વોટર હેલ્પલાઈન એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ મતદાર નોંધણી ફોર્મ પર કિલક કરી અને પછી આધાર લિંક માટે ૬બી ફોર્મ માટેનાં છેલ્લા વિકલ્પ પર કિલક કરવાનું રહેશે.. ક્લિક કર્યા બાદ Let's Start પર કિલક કરી અને OTP મેળવવા માટે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. મોબાઇલમાં આવેલ OTP દાખલ કરી અને ચકાસણી પર કિલક કરવાનું રહેશે. EPIC નંબર દાખલ કરી અને રાજ્યનું નામ પસંદ કરી Fetch Details પર કિલક કરવાનું રહેશે. જેમાં તમામ વિગતો સાચી જણાય, તો Proceed બટન પર કિલક કરી ત્યારબાદ આધાર નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ આઈ.ડી. (વૈકલ્પિક) દાખલ કરી અને પછી Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે. આ તમામ સ્ટેપ્સ કર્યાંબાદ આધાર સફળતા પૂર્વક લિંક થઈ ગયું છે જેની Reference ID નો સંદેશ મળી જશે.