મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના રતનગઢ તાલુકાના પ્રેમજીવાળી ખાતે રહેતા અને હાલમાં વડોદરાના તરસાલી મુકામે રહી કડિયાકામ કરી જીવન નિર્ધાર કરતા પ્રવિણસિંહ વિજયસિંહ કોઠિયાર અને શૈલેષભાઈ પુનમભાઈ કોઠીયાર નાઓ એક બાઈક લઈને હાલોલ નગરની બહાર આવેલ જીઆઇડીસી નજીક આવેલા વડોદરા ગોધરા બાયપાસ હાઈવે રોડ પર આવેલ એમ.જી મોટર્સ કંપની પાસે રહીને પસાર થઈ રહ્યા હતા.

જેમાં બાઈક પ્રવિણસિંહ કોડિયાર ચલાવતા હતા તે દરમિયાન એમજી મોટર્સ કંપની પાસે મુખ્ય હાઇવે રોડ પર કોઈ કારણોસર પ્રવિણસિંહનો બાઇકના સ્ટેરીંગ પરથી કાબુ ખોવાતા બાઈક બેકાબુ થઈ રોડ પર સ્લીપ ખાતા પ્રવિણસિંહ અને તેઓની પાછળ બેઠેલ શૈલેષભાઈ પૂનમભાઈ કોડીયાર રોડ પર પછડાતા શૈલેષભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું જેમાં બાઈકને સ્લીપ ખવડાવી અકસ્માત સર્જનાંર પ્રવિણસિંહ કોડિયાર સામે હાલોલ ટાઉન પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે