વલસાડ જિલ્લાના પોલીસ જવાનોમાં હાઇપર ટેંશન અને ડાયાબીટીસનું પ્રમાણ વધ્યુ હોવાનું સામે આવ્યું છે લાયન્સ ક્લબ અને હેલપિંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મેડિકલ ચેકઅપ કેમ્પ દરમિયાન આ વાત બહાર આવી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વલસાડ લાયન્સ ક્લબ તિથલ રોડ અને હેલપિંગ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મહેતા હોસ્પિટલ પારડીના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરિવાર માટે એક મેડિકલ અને ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાઈ ગયો જેમાં 250થી વધુ પોલીસ જવાનો અને તેમના પરિવારના સભ્યોએ કેમ્પનો લાભ લીધો હતો આ સમયે મહેતા હોસ્પિટલના 10થી વધુ નિષ્ણાત તબીબોએ હાજર તમામનું ચેકઅપ કર્યું હતું.
આ ચેકઅપ કેમ્પમાં પોલીસ જવાનો પૈકી 80 ટકા પોલીસ જવાનો લાઈફ સ્ટાઇલ ડિજિસનો શિકાર હોવાનું સામે આવ્યું હતું.
અપૂરતી ઊંઘ અને ટાઇમસર ભોજન નહિ લેવા સહિત કામના ભારણને કારણે પોલીસ જવાનો હાઇપર ટેન્શન અને ડાયાબીટીસ જેવા રોગથી પીડાઈ રહ્યા હોવાનું જણાયું છે.
પોલીસ વિભાગમાં માણસોની અછત હોવાથી કામનું ભારણ વધતું રહે છે. જેને લઈને પોલીસ જવાનોમાં લાઈફ સ્ટાઇલ ડિઝીસ વધારે પ્રમાણમાં જોવા મળે છે. યોગ્ય આરામ કરવા મળતો ન હોવાથી અને સમયસર જમતા ન હોવાથી આવા ડિઝીસ લોકોના શરીરમાં ઘર કરી જતા હોવાનું જાણકારોનું કહેવું છે તેવે સમયે આ વિભાગમાં વધુ કર્મચારીઓની ભરતી કરવા સાથે નિયમિત જમવામાં કાળજી અને આરામના કલાકો કાઢવા તબીબો સલાહ આપી રહયા છે.