ભારતીય જનતા પાર્ટીના નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું નિધન થયું છે. સોનાલી ફોગાટનું સોમવારે મોડી રાતે ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું. સોનાલી ફોગાટે 2019માં હરિયાણા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી આદમપુર વિધાનસભાની ચૂંટણી લડી હતી. પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી દરમિયાન પોતાના સોશિયલ મીડિયા વીડિયોના કારણે પણ તેઓ ખુબ ચર્ચામાં રહ્યા હતા.

  • ભાજપાના નેતા સોનાલી ફોગાટનું નિધન
  • ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી થયું નિધન
  • સોનાલી ફોગાટ ટિકટોક પર લોકપ્રિય

સોનાલી ફોગાટ હરિયાણાની મહિલા વિંગની પાર્ટી ઉપાધ્યક્ષ અને હરિયાણા કલા પરિષદના હિસાર જોનલના દિગ્દર્શક પણ હતા.. ભાજપના સભ્ય તરીકે તેમણે ઝારખંડ અને મધ્ય પ્રદેશ ચૂંટણી રેલીઓમાં પણ ભાગ લીધો હતો. ટિકટોક પર તેઓ ખુબ લોકપ્રિય છે અને તેમના વીડિયોને લોકો પસંદ પણ કરે છે.