જાહેર હરાજીમાં ભાગ લેવા માંગતા નાગરિકોએ તા.૦૨ સપ્ટેમ્બર સુધીમાં રાજુલા પોલીસ મથકમાં ડિપોઝીટ જમા કરાવવાની રહેશે

અમરેલી, તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૨ (સોમવાર) રાજુલા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા બિનવારસી વાહનોની આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ જાહેર હરાજી થશે. રાજુલા તાલુકાના મામલતદારશ્રીના હુકમ અંતર્ગત આગામી ૦૬/૦૯/૨૦૨૨ના રોજ બિનવારસી પડી રહેલા ૬૦ વાહનોની જાહેર હરાજી કરવામાં આવશે. આ વાહનો અંગે પોલીસ મથકમાં કોઈ પણ વ્યક્તિએ હજુ સુધી માંગણી કરી ન હોવાથી અને માલિકીનો દાવો ન કર્યો હોવાથી આ વાહનોની જાહેર હરાજી થઈ ગયા બાદ કોઈ પણ વ્યક્તિ તેના પર પોતાની માલિકીનો દાવો કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિનું વાહન રાજુલા પોલીસ મથકમાં જમા થયું હોય તો તેમણે પોતાના વાહનોના માલિકીના પુરાવા સાથે તા.૦૨ સપ્ટેમ્બર પહેલાં રાજુલા પોલીસ મથકમાં દાવો રજૂ કરી શકે છે. આ સાથે જ જે નાગરિકો આ જાહેર હરાજીમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ તા.૦૨ સપ્ટેમ્બર સુધીમાં રાજુલા પોલીસ મથક ખાતે રુ. ૫,૦૦૦ ડિપોઝીટ જમા કરાવવાની રહેશે. ડિપોઝીટ જમા કરાવનાર વ્યક્તિ જ આ હરાજીમાં ભાગ લેવા પાત્ર થશે, તેમ પોલીસ ઈન્સપેક્ટર રાજુલા એ.એમ. દેસાઈએ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી