હે.ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં મંત્રીશ્રી પિયુષ ગોય

કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ સીધો લાભ લાભાર્થીઓ સુધી પોંહચ્યો છે :- કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગો

પાટણ : કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ પાટણનાં પ્રવાસે છે. આજરોજ મંત્રીશ્રીનાં પ્રવાસનો બીજો દિવસ છે. મંત્રીશ્રીનાં બીજા દિવસનાં પ્રવાસ દરમિયાન સવારથી જ વિવિધ સ્થળોની મુલાકાત મંત્રીશ્રી દ્રારા કરવામાં આવી હતી. રાણકી વાવ, પટોળા હાઉસ, કાલિકા મંદિર અને ભદ્રાડા ગામની મુલાકાત બાદ મંત્રીશ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે આયોજીત કાર્યક્રમોમાં પધાર્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો

કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પિયુષ ગોયલ દેશમાં ઉદ્યોગ, ફૂડ, ગ્રાહક નિવારણ, ટેકસટાઇલ્સ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિતરણ વિભાગ સંભાળે છે. તેમના પ્રવાસ દરમ્યાન તેઓ પાટણ જિલ્લાના વિકાસની વિગતો અધિકારીઓ પાસેથી મેળવી રહ્યાં છે. મંત્રીશ્રી પિયુષ ગોયલ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સંબોધિત કર્યા બાદ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી સરકારી યોજનાઓના લાભ થકી તેમનાં જીવનમાં આવેલા પરિવર્તનથી અવગત થયાં હતાં

લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં મંત્રીશ્રીએ સૌપ્રથમ મધમાખી પાલન યોજનાનાં લાભાર્થીની સાથે સંવાદ કરીને તેઓને સરકારશ્રી દ્વારા આ ઉદ્યોગમાં મળેલ વિવિધ લાભો વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. સંવાદ કાર્યક્રમમાં રાજય આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ પણ જોડાયા હતા. તેઓએ પણ લાભાર્થીઓની સાથે સીધો સંવાદ કર્યો હ

કન્વેન્શન હોલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલે જણાવ્યું હતુ કે, આજે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી દેશમાં લાખો કરોડો લાભ લઇ રહ્યાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આજે દેશભરમાં કરોડો ગરીબ લોકોના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આજે દરેક નાનાં ગામડા સુધી ગેસ કનેક્શન પહોંચ્યું છે. તદુપરાંત પાણી અને વીજળી જેવી જરૂરી સુવિધાઓ પણ પહોંચી છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આજે દેશનાં દરેક ગામડાં અને શહેર સુધી તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ વિવિધ યોજનાઓ થકી પહોંચાડી છે. સ્ટાર્ટઅપની વાત કરતાં મંત્રીશ્રી જણાવે છે કે આજે દેશમાં હજારો સ્ટાર્ટઅપ શરૂ થયાં છે. આ સ્ટાર્ટ અપ થકી અનેક યુવાઓને રોજગારી મળતી થઈ છે. સરકારી નોકરી નહીં પરંતુ પોતાના સ્ટાર્ટઅપ દ્વારા યુવાનો રોજગાર આપતાં થયા છે

આજરોજ કન્વેન્શન હોલમાં આયોજીત કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી પીયૂષ ગોયલની સાથે રાજય આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, પદાધિકારી દશરથજી ઠાકોર, કે. સી.પટેલ, નંદાજી ઠાકોર તેમજ વિવિધ યોજનાનાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં..તો...યલલ