બોટાદ અને અમદાવાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 55 લોકોના મોત થઈ ગયા છે અને 150 લોકો સારવાર હેઠળ છે ત્યારે હવે આ માટે જવાબદાર કોણ તે સવાલ ઊભો થયો છે.
સરકાર,પોલીસ ખાતું અને કેમિકલ કંપનીએ આ માટે તેઓ જવાબદાર ન હોવાનું કહી હાથ અધ્ધર કરી લીધા છે, લઠ્ઠાકાંડ માટે ઝેરી દેશી દારૂ નહીં પણ ઝેરી કેમિકલનો દુરુપયોગ જવાબદાર હોવાનું સરકારે જણાવ્યું છે.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએતો પોલીસની કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે રોજીદ ગામ અને આસપાસના વિસ્તારોમાં પોલીસે કડક કાર્યવાહી કરીને દારૂના તમામ અડ્ડા બંધ કરાવી દીધા હતા જેના કારણે દારૂના બંધાણીઓ કેમિકલ પીવા તરફ વળ્યા હતા. જેનાથી આ ઘટના ઘટી છે.
હવે આ મોતના તાંડવ માટે પીવાવાળા પોતેજ જવાબદાર હોવાનું ધીરે ધીરે સામે લાવવાની કોશિશ થઈ રહી છે કારણકે અત્યાર સુધીના ઘટનાક્રમ ઉપર નજર કરવામાં આવે તો જે
ફેક્ટરીથી કેમિકલ ચોરાયું તે કેમિકલ વેચનારી કંપનીએ એવો બચાવ કર્યો કે આ કેમિકલ કંપનીએ વેચ્યું નથી પણ કંપનીમાંથી ચોરાઈ ગયું હતું ‘મોત કેમિકલથી’… થયું તેવો આ દાવો કરીને ગેરકાયદે દારૂ વેચવાના આક્ષેપથી સરકાર અને પોલીસ આ મામલામાં ખસી ગઈ છે, કેમિકલ થિયરી દ્વારા પોલીસ, તંત્ર અને સરકાર ત્રણેયે પોતાને ક્લીનચિટ આપતા હવે જે કરે તે ભોગવે જેવો ઘાટ સર્જાયો છે.