સિહોર નજીક આવેલા ટાણા ગામે ગ્રામ પંચાયત ખુદ વિજચોરીમાં ગેરરીતિ કરતી હોવાનું સામે આવ્યું છે ગતરાત્રીના વીજતંત્રનું વિજિલન્સ અડધી રાત્રે ટાણા ગામે ત્રાડકી વીજ જોડાણ ચેક કરતા સ્ટીટ લાઇટોનું સીધુ જ વીજ જોડાણ લઇ પાવર ચોરી થતી હોવાનું સામે આવ્યું છે અને પંચાયત સામે દંડ સહિત પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે આમતો ટાણા ગામની ગ્રામ પંચાયત દ્વારા વીજતંત્રનો વિવાદ નવો નથી અગાઉ પણ પંચાયત દ્વારા સ્દી્‌ટ લાઇટનું બિલ ન ચુકવાતા વીજ તંત્રએ સ્ટીટલાઇટનું વીજ કનેકશન કટ્ટ કરી દીધું હતું તો બીજી તરફ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની હદમાં વીજ તંત્ર દ્રારા જ્યાં જયાં વીજ પોલ ઊભા કરવામાં આવ્યા છે તેનું ભાડાને લઈ ભારે વિવાદ અગાઉ પણ સર્જાઈ ચુક્યો છે ત્યારે ગઈકાલે રાત્રીના પીજીવીસીએલ કંપનીની વિજિલન્સ ટિમ દ્વારા ટાણા ગામે સ્ટીટ લાઇટોનું વીજ જોડાણ તપાસતા જેમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ સામે આવી છે જેને લઈ વીજતંત્ર દ્વારા બે લાખ આસપાસની દંડ કાર્યવાહી પણ કરી છે તેમજ પોલીસ ફરિયાદની કાર્યવાહી પણ હાથ ધરી છે ત્યારે સરકારના બે વિભાગોએ એકબીજા સામે બાંયો ચડાવી છે પરંતુ આ બૈ વિભાગોની લડાઇ વચ્ચે ટાણાવાસીઓને અવાર નવાર સ્ટીટલાઇટના અભાવે અંધારપટ્ટ ભોગવવો પડે છે તેપણ એટલી હકીકત છે સ્ટ્રીટ લાઇટ માટે સીધી લાઇનમાંથી જોડાણ લીધું હતું, અંદાજે 2 લાખ સુધીના દંડની કાર્યવાહી, વીજતંત્રનું વિજિલન્સ અડધી રાત્રે ત્રાડકી ચેકીંગ દરમિયાન ગેરરીતિ બહાર આવી : ગ્રામ્ય પંચાયત સામે પોલીસ કરિયાદની પણ તજવીજ : અગાઉ પણ ગ્રામપંચાયત અને વિંજતંત્ર વચ્ચે વિવાદ થયેલો છે

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं