રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના આડે માત્ર 3 મહિના બાકી રહ્યા છે ચૂંટણી જોતા તમામ રાજ્કીય પક્ષોએ તડામાર તૈયારીઓ આદરી દીધી છે ચૂંટણી પહેલા ફરી એકવાર પક્ષપલટાની સિઝન પુરજોશમાં ચાલી રહી છે ભાજપમાં ભરતી અને કોંગ્રેસમાં ઓટ જેવી સ્થિતિ સર્જાઇ છે. કોંગ્રેસ આતંરિક વિખવાદ અને જુથવાદને લઇ એક બાદ એક નેતાઓ પાર્ટીથી છેડો ફાડી રહ્યા છે , ત્યારે ઉત્તરગુજરાતમાં વધુ એક ફટકો કોંગ્રેસને પડ્યો છે પ્રાતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બરૈયા આજે વિધવત રીતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા છે
મહેન્દ્રસિંહ બરૈયા સાથે મોટી સંખ્યામાં હોદ્દેદારો , કાર્યકરો પણ જોડાયા હતા ઉત્તરગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસને દિવસે બદથી બદતર બની રહી છે. કદાવર નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું અન્ય પાર્ટીઓમાં જોડાઇ રહ્યા છે
વિધાનસભાની ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. એક બાદ એક નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ગતરોજ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રમોદીના નિકટના મંત્રી બી એલ સંતોષે ગુજરાત આવી પહોંચ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ નવી રણનિતી તૈયાર કરવામાં આવી હતી
આ આગાઉ ઉત્તરગુજરાતના પ્રતિનિધત્વ કરતા અને કોંગ્રેસના આક્રમક પ્રવક્તા જયરાજસિંહ પરમાર હોદ્દેદારો સાથે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા ત્યાર બાદ કોંગ્રેસના નેતાઓને પક્ષપલટાની સિઝન જોરશોરથી ચાલી રહી છે ચૂંટણી પહેલા કોંગ્રેસની સ્થિતિ એક સાંધે તેર તૂટે તે પ્રકારે નિર્માણ પામી છે. બીજી તરફ ભાજપ આ વખતે 150 પ્લસ બેઠકોના લક્ષ્યાંક સાથે મેદાન ઉતરશે જેને લઇ નેતાઓ કાર્યકરોએ અત્યારથી ચૂંટણીની તૈયારી લાગી ગયા છે આગામી દિવસોમાં હજુ અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા તેવી શક્યતા સેવાઇ રહી છે