વલસાડ ના તિથલ રોડ ઉપર ડીજે સાથે શ્રીજીની પ્રતિમા લઈને નીકળેલા ભક્તોને અટકાવી પોલીસે ડીજે બંધ કરાવતા આ મામલે ધારાસભ્ય ભરત પટેલને જાણ કરાતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

દરમિયાન ઘટના ની જાણ થતાં ડીવાયએસપી પીઆઇ સહિત ના પોલીસ કર્મચારીઓ સ્થળ પર પહોચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી.