સ્વ. અહેમદ પટેલની 73 મી જન્મજયંતી પર પુત્રી મુમતાઝની હાજરીમાં સેવકાર્યો થકી ઉજવણી

મુમતાઝ પટેલે પિતાની કબર ઉપર ફૂલ ચઢાવી અર્પણ કર્યા

શ્રધ્ધાસુમન, રક્તદાન પણ કર્યું
પીરામણ ગામની પ્રાથમીક શાળા ખાતે કોંગ્રેસ સેવાદળ દ્વારા તિરંગો લહેરાવ્યો

યુથ કોંગ્રેસ દ્વારા એચએમપી ફાઉન્ડેશન ખાતે રક્તદાન શિબિર યોજાય

મુમતાઝ પટેલ દ્વારા મહિલાઓને સાડી, કપડાં તેમજ વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલબેગ સહિતની કીટ આપવામાં આવી

પીરામણથી પાર્લામેન્ટ સુધી સફર ખેડનાર ભરૂચના પનોતા પુત્ર અહેમદ પટેલના 73 માં જન્મદીવસને 3 દિવસીય સેવા દિવસ તરીકે મનાવાશે

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે મરહુમ અહેમદ પટેલની 73 મી જન્મ જયંતિ નિમિતે પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યકમો યોજાયા હતા.

પીરામણ ગામની પ્રાથમીક શાળા ખાતે કોંગ્રેસ સેવાદળ દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જયારે અંકલેશ્વર યુથ કોંગ્રેસ દ્વારા પીરામણ ગામ એચએમપી ફાઉન્ડેશન ખાતે રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં મુમતાઝબેન પટેલે રક્તદાન કર્યું હતું.

સ્વર્ગીય અહેમદભાઈ પટેલની 73 મી જન્મજયંતિ નિમિતે અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમીક શાળા ખાતે અહેમદભાઈ પટેલ ની સુપુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળ દ્વારા મહિનાના છેલ્લા રવિવારે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

જેમાં પીરામણ ગામના સરપંચ સહીત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યાર બાદ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા સ્વર્ગીય અહેમદભાઈ પટેલની જન્મ જયંતી નિમિતે પીરામણ ગામ ખાતે આવેલ એચએમપી ફાઉન્ડેશન ખાતે કુમારપાળ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી શ્રધ્ધાંજલી પાઠવી હતી. આ રક્તદાન શિબિરમાં સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે પણ રક્તદાન કર્યું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા , નાઝુ ફડવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પીરામણ ગામના કબ્રસ્તાન ખાતે સ્વર્ગીય અહેમદભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિતે તેઓની કબર ઉપર મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના આગેવાનોએ પુષ્પાંજલી અર્પી હતી