ભારત દેશમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું છે કે ભાજપ તરફથી તેમને ઓફર મળી છે. આ ઓફરમાં કહેવાયું છે કે તેમે આમ આદમી પાર્ટી તોડીને ભાજપમાં આવી જાઓ CBI અને EDના કેસ બંધ કરી દેવાશે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મનીષ સિસોદિયાએ આ વાતને લઈને ટ્વીટ પણ કર્યું છે. જેમા તેમણે લખ્યું છે કે મારી પાસે ભાજપ પાસેથી સંદેશો આવ્યો છે કે તમે આપને તોડીને ભાજપમાં આવી જાઓ, CBI-EDના તમામ કેસ બંધ કરી દઈશું.

મારો ભાજપને જવાબ- હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપુત છું. માથું ભલે કપાઈ જાય પરંતુ ભ્રષ્ટાચારીઓ-ષડયંત્રકારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામે તમામ કેસો ખોટા છે, જે કરવું હોય તે કરી લો.

ઉલ્લેખનીય છે કે CBIએ રવિવારે દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદિયા સામે વુક આઉટ નોટિસ જારી કરી છે. રિપોર્ટ મુજબ, સિસોદિયા સિવાય 13 અન્ય લોકોને દેશ છોડવાની મનાઈ કરી દેવામાં આવી છે. CBIએ શુક્રવારે દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસીની તપાસ માટે સિસોદિયાના સરકારી નિવાસ સ્થાને દરોડો પાડ્યો હતો. 14 કલાક ચાલેલી કાર્યવાહી દરમિયાન સિસોદિયાનો મોબાઈલ, લેપટોપ જપ્ત કરાયા છે. CBIએ કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.