આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. સોમવારના દિવસે શિવભક્તો શિવજીની વિશેષ પૂજા અર્ચના કરે છે. ત્યારે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે. રાજ્યભરના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના આંગણે પણ અનેરોનો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
- આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર
- સોમનાથ મહાદેવમાં ભક્તોનું ઘોડાપૂર
- મેઘરાજાએ અમી વર્ષા કરી મહાદેવ પર અભિષેક કર્યો
- હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ તીર્થ શિવમય બન્યું
સોમનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. છેલ્લો સોમવાર હોવાથી હજારોની સંખ્યામાં ભક્તોએ મહાદેવની પ્રાતઃ આરતીમાં ભાગ લીધો હતો. વહેલી સવારથી ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે લાઈનમાં લાગ્યા હતા. શ્રાવણ માસમાં સોમનાથ તીર્થમાં સૌથી વધુ ભક્તો આજે જોડાયા છે. સવારથી હર હર મહાદેવના નાથથી સોમનાથ મંદિર ગૂંજી ઉઠ્યું છે.સાથે અંતિમ સોમવારે મેઘરાજાએ અમી વર્ષા કરી સોમનાથ મહાદેવ પર અભિષેક કર્યો હતો. હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ તીર્થ શિવમય બન્યું છે.