આવનારી વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી લડવા માટે અનેક દાવેદારો પોતાની રાજકીય મહત્વકાંક્ષા સિધ્ધ કરવા લોકસંપર્કના નામે ફોટોસેશન કરવા રહેલ છે આવા દ્રશ્યો ગુજરાત ભરના દરેક વિધાનસભા વિસ્તારમા જોવા મળતા હશેજ .ધારી ખાંભા બગસરા વિધાનસભા મત વિસ્તારમાં પણ કાંઈક આવુજ હાલના દિવસોમાં ચાલી રહેલ છે.ખોટી વાહવાહી કરવા માટે સોશિયલ મિડિયા માં ફોટોસેશનના ફોટાઓ વાયરલ કરીને એકાદ યુટયુબ ચેનલ વાળા પત્રકાર ને પકડીને સમાચારોમાં સસ્તિ પ્રસિદ્ધિ મેળવતા હોય છે.દરેક રાજકીય પાર્ટીમાં એકથી વધારે દાવેદારો હોયજ છે ત્યારે પોતાને સરપંચની ચુઁટણીમાં કોઈ પાંચ પચાસ મત આપી નથી શકે એમ તેવા ઉમેદવાર પણ દાવેદારી કરી રહેલ છે અને પોતાની પાર્ટી પોતાને ટીકીટ નહી આપેતો રાજીનામુ ધરીને અપક્ષ માંથી ચુંટણી લડવાના દાવાઓ કરવામા આવે છે.ફોટોસેશન થકી વરસોથી વાહવાહી કરતા બની બેઠેલા નેતાઓ પાયાની પ્રાથમિક સુવિધાઓ માટે ,લોકોની જરૂરિયાત માટે સરકાર ની સામે વ્યાજબી માંગોનુ એલ્ટીમેટમ,ઉપવાસ આંદોલન, ચક્કાજામ, વિરોધ પ્રદર્શન જેવા ગાંધી ચિંધ્યા માર્ગો પર જવાને બદલે માત્ર ને માત્ર આવેદનપત્ર ના ફોટાઓ, વિડિયો કરીને યુટયુબ પત્રકાર ની ચેનલમાં આવી ગયુ, પાર્ટીના નેતાઓને ફોરવર્ડ કરી દીધુ ,મા માની રહેલા છે.