અમદાવાદ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

શહેર માં મામા ભાણીના સંબંધને લાંછન લાગે એવી ઘટના બની છે. એલિસબ્રિજ વિસ્તારમાં રહેતો એક પરિવાર ઘરે હતો ત્યારે બ્લોકમાં જ રહેતા મામાએ ઘરે આવેલી ભાણીના કપડાં ઉતારી અડપલાં કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
આંબાવાડીમાં રહેતા 37 વર્ષીય યુવકને છ દીકરી અને બે દીકરા સંતાનમાં છે. યુવક છૂટક કલરકામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ જે મકાનમાં રહે છે ત્યાં જ તેમનો સગો સાળો રહે છે. જેની ઉંમર 39 વર્ષ છે.એક જ બ્લોકમાં સાળો અને બનેવી અલગ અલગ મકાનમાં રહેતા હોવાથી ઘરમાં અવર જવર રહેતી હતી. ફરિયાદી યુવકનો સાળો બે ટાઈમ તેમના જ ઘરે જમવા પણ આવતો હતો. બુધવારે ફરિયાદી યુવક ફ્લેટના પાર્કિંગમાં હતા તે સમયે બ્લોકમાં ઉપરના માળે બૂમાબૂમ થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેમના સાળાના ઘરની બહાર ભીડ લાગી હતી.કોઈને પૂછતાં તેઓને જાણવા મળ્યું કે તેમની 12 વર્ષ સાત માસની બાળકી મામાના ઘરે કપડાં લેવા ગઈ ત્યારે મામાએ તેણીના કપડાં કાઢી છાતીએ હાથ લગાડી અડપલાં કર્યા હતા. સગીરાની બહેન આ દ્રશ્ય જોઈ જતા તેણીએ બૂમાબૂમ કરી હતી. બાદમાં દીકરીને લઈને યુવક બ્લોકમાં નીચે આવ્યો હતો અને તેણીની પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું કે બે દિવસ પહેલા પણ તેના મામાએ ઘરના બારી બારણા બંધ કરી કપડાં કાઢી તેણીને અડપલાં કર્યા હતા. આ વાત જાણ્યા બાદ ફરિયાદીએ પોતાના સાળા સામે જ એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે આરોપી યુવકની ધરપડ કરી હતી.