અમદાવાદ

અમદાવાદના કારજ પોલીસ સ્ટેશનની હદમાંથી એક પારસી મહિલા પસાર થઈ રહી હતી. વહેલી સવારે અંધારા જેવો સમય હતો તે સમયે મહિલાને કઈ ખબર ન હતી અને એક વ્યક્તિ તેમની નજીક આવ્યો અને તેમણે પહેરેલા સોનાના દોરાની ચિલઝડપ કરી ભાગવા લાગ્યો હતો. સવારના સમયે તે ઢાલગરવાડની ગલીઓમાં છુપાઈને ભાગી ગયો હતો. આ સમયે કારજ ડી સ્ટાફના માણસોએ 24 કલાકમાં મહિલાને ચેઇન સ્નેચરને ચેઇન સાથે ઝડપી લીધો હતો.
કારંજ વિસ્તારમાં આવેલી અગિયારી પાસે અનેક પારસીઓ વહેલી સવારે પહોંચ્યા હતા. જેમાં 47 વર્ષના મહિલા પણ હાજર હતા. સવારે ચાર વાગ્યે અગિયારી માંથી બહાર નીકળેલા મહિલા થોડીક દૂર ચાલતા હતા. ત્યારે અચાનક એક વ્યક્તિ તેમની નજીક આવીને તેમને પહેરેલા સોનાની ચેન ખેંચીને ભાગવા લાગ્યો હતો. બહેન બૂમ પાડતા હતા પણ સવારના 04:00 વાગ્યાનો સમય હતો આસપાસ કોઈ હતું નહીં એટલે આરોપી ગલીઓમાં સંતાઈને ક્યાંક આગળ ભાગી ગયો હતો.નવા વર્ષના દિવસે જ પોતાની કીમતી વસ્તુ ચોરાઈ જતા મહિલા ચોધાર આંસુએ રડતા રડતા કારંજ પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા જ્યાં તેમણે ત્યાં હાજર પોલીસ અધિકારીને જણાવ્યું કે મારી વસ્તુ કોઈ લઈને જતું રહ્યું છે ત્યારે પોલીસે મહિલાને કહ્યું કે બેન તમારા નવા વર્ષની તમને હું ગિફ્ટ આપીશ તમારી ગયેલી વસ્તુ તમે એમ સમજો કે બે દિવસ માટે ક્યાંક ખોવાઈ ગઈ હતી ગમે તેમ કરીને તે તમને હું પાછી પહોંચાડીશ અને નવરો જ મુબારક કહીને બેનને ત્યાંથી જવા કીધું હતું. આ બધાની વચ્ચે કારંજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પીએસઆઇ મકરાણીએ તેના સ્ટાફને અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ શોધવાનું કહ્યું હતું જે ફૂટેજમાં એક વ્યક્તિ દોડતો દેખાઈ રહ્યો હતો.ત્યારબાદ પીએસઆઇએ તેમના બાતમીદારો પાસે તપાસ કરાવી અને આ ફૂટેજથી મળતા વ્યક્તિને શોધવા પ્રયાસ કર્યો અને તેમને સફળતા મળી. તેમણે એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો તેની પાસેથી મહિલાની સોનાની ચેન પણ મળી આવી હતી.