ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
ફતેપુરા કાઅમેશ્વર મહાદેવ મંદિર, ફતેપુરા રામજી મંદિર અને પાછલા પ્લોટ વિસ્તારમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગાભાઈ મહારાજ એ પૂજા વિધિ કરી હતી. અને નગરજનોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
ફતેપુરા રામજી મંદિર ખાતે બજરંગ દળ ફતેપુરા અને વિશ્વ હિન્દુ પરિષદ ફતેપુરા દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિર ખાતે રાત્રે ૧૨ વાગ્યે ભવ્ય મટકીફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
ફતેપુરા પાછલા પ્લોટ વિસ્તારમાં ફળિયાના રહીશો દ્વારા ગરબા રમી મટકીફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો