ગરબાડા તાલુકાના અભલોડમાં ઉભેલા ટ્રેક્ટરની પાછળના ભાગે બાઈક ટકરાતા બાઈકમાં આગ લાગવાની ઘટના બની હતી.

અભલોડ ગામના તળાવ પાસે લીલુ ઘાસ ભરેલું ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉભુ હતું તે દરમિયાન ઉભેલા ટ્રેક્ટરના પાછળના ભાગે એક બાઈક સવાર ધડાકાભેર ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા અચાનક બાઈકમાં આગ ભભુકી ઉઠી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બાઈક પર સવાર બંને વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી. આ ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમજ ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફતે દાહોદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.