ફતેપુરા તાલુકાના સલિયાટાના ૨ યુવાનોની બાઇક ડમ્પરે સર્જયો ભયાનક અકસ્માત એક યુવકનું ઘટના સ્થળે જ મોત અન્ય એક યુવકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્ને યુવકો લીમખેડા ખાતે પ્લમ્બિન્ગનું કામ કરતા હતા. સલિયાટા ગામના કનુભાઇ મનાભાઈ ડીંડોર તથા દિલીપભાઈ ચંપાભાઈ ચરપોટ બે યુવકો..તેઓ એ લીમખેડા ખાતે પ્લમ્બિન્ગનું કામ રાખેલ હોય એ કામ અર્થે લીમખેડા ખાતે અઠવાડીયા થિ રહેતા હતા. ગતરોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ સર્કિટ હાઉસ પાસે થી પસાર થઈ રહ્યા હતા. તેવામાં gj06BP7742 નમ્બરનું પુર ઝપડે ગફલત ભરી રીતે હંકારી આવીને તેના ચાલકે આ મોટરસાયકલ સાથે ગંભીર અકસ્માત સર્જયો હતો. એક્સિડન્ટ કરનાર ડમ્પરનો ચાલક એક્સિડન્ટ કરીને દાહોદ તરફ ભાગવા લાગ્યો પરંતુ ડમ્પરની આગળ મોટરસાયકલ ફસાઈ જતા ડમ્પર સ્થળ ઉપર મુકી ભાગી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં ફતેપુરા તાલુકાના સલીયાટા ગામના કનુભાઈ મનાભાઇ ડીંડોરનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. તેમજ ફતેપુરા તાલુકાના સલિયાટા ગામના દિલીપભાઈ ચંપાભાઈ ચરપોટ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની જાણ અકસ્માતમાં ભોગ બંનારના સગામાં થતા સલિયાટા ગામના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફતેપુરા તાલુકાના સલીયાટા ગામના વિનુભાઈ મના ભાઈ ડીંડોર લિમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. લિમખેડા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે
ફતેપુરા તાલુકાના સલીયાટા ગામનાં ૨ યુવાનો ને લીમખેડા સર્કીટ હાઉસ આગળ નડ્યો અકસ્માત જેમાંથી એક યુવકનું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યુ અન્ય એક ને ગંભીર ઇજાઓ
![](https://i.ytimg.com/vi/M3qqZ4p08Yo/hqdefault.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)