સરકારમાં ઊંચો પગાર મેળવતા હોવાછતાં લાંચ લેવાનું દુષણ સરકારી બાબુઓમાં વધ્યુ છે ત્યારે કેટલાક કિસ્સામાં જાગૃત નાગરિકો આવા લાંચિયા તત્વોને પકડાવી દે છે આવાજ એક કિસ્સામાં વલસાડ જિલ્લામાં વાપી ખાતે રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટીના સુપ્રિન્ટન્ડન્ટની ધરપકડ બાદ તેઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 2 રિમાન્ડ મેળવી તપાસ કરી રહી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વાપી ખાતે સેન્ટ્રલ જીએસટી કચેરીમાંથી લેબર કોન્ટ્રાક્ટર અરજદારને બાકી સર્વિસ ટેક્સ ભરવા ઓર્ડર આપવામાં આવ્યો હતો.જેને ઇન્સપેક્ટર ગુરપિન્દર મુખ્તિયારસિંઘે કચેરીમાં બોલાવી સર્વિસ ટેક્સ વ્યાજ સાથે ભરવા જણાવતા અરજદારે રકમ ભરી દીધી હતી.
તેમ છતાં ઇન્સપેક્ટર ગુરપિન્દર અને સુપ્રિન્ટન્ડન્ટ રામકિશોર શ્રીનારાયણ મીનાએ એક બીજાના મેળાપીપણાંમાં અરજદાર પાસે રૂ.20 હજારની લાંચની માગણી કરી હેરાન કરવાનું શરૂ કરતાં તેની સામે એસીબીમાં ફરિયાદ કરાતાં આરોપી સુપ્રિન્ટન્ડન્ટે લાંચની રકમ રૂ.20 હજાર સ્વીકારતા ઝડપાઇ ગયો હતો.
આરોપી ઇન્સ્પેક્ટર ગુરવિન્દર સ્થળ પર મળી આવ્યો ન હતો. આ કેસમાં પકડાયેલા આરોપી રામકિશોર મીનાને એેસીબીએ વલસાડ સેશન્સ કોર્ટમાં રજૂ કરી આરોપીની વધુ તપાસ માટે રિમાન્ડ માગતા કોર્ટે શુક્રવાર 2 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પ્રકરણ સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચાસ્પદ બન્યુ છે અને લાંચિયા અધિકારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.