.૧૯ / ૦૮ / ૨૦૨૨ બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને રોકડ સહિત કુલ કિં.રૂ .૫૫,૩૮૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ - જુગારની બદી દુર કરવા પ્રોહી - જુગારના કેસો કરવા રેન્જ હેઠળના જિલ્લાઓને સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ શ્રાવણ માસ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું . ગઇ કાલ તા .૧૮ / ૦૮ / ૨૦૨૨ ના રોજ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામની સીમમાં નાજાપુર જવાના કાયા રસ્તે અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે , તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ સાત ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ , પકડાયેલ તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરીબગસરા પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે . જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ ( ૧ ) પ્રકાશ ગોબરભાઈ ડોબરીયા , ઉ.વ .૩૬ , રહે.જુના વાઘણીયા , તા.બગસરા , જિ.અમરેલી , ( ૨ ) મુકેશભાઈ મધુભાઈ તળાવિયા , ઉ.વ .૪૩ , રહે.જુના વાઘણીયા , તા.બગસરા , જિ , અમરેલી , ( ૩ ) પોપટભાઈ છગનભાઈ રાંક , ઉ.વ .૫૦ , રહે.નવા વાઘણીયા , તા.બગસરા , જિ.અમરેલી . ( ૪ ) રોહીત ચતુરભાઈ બાબરીયા , ઉ.વ .૩૬ , રહે.જુના વાઘણીયા , તા.બગસરા , જિ.અમરેલી ( ૫ ) હરેશ મનસુખભાઈ બાબરીયા , ઉ.વ .૩૯ , રહે.નવા વાઘણીયા , તા.બગસરા , જિ.અમરેલી , ( ૬ ) અશ્વિનભાઈ વશરામભાઈ તળાવીયા , ઉ.વ .૪૫ , રહે.જુના વાઘણીયા , તા.બગસરા , જિ અમરેલી ( ૭ ) હીતેષભાઇ વિઠ્ઠલભાઈ ગોંડલીયા , ઉ.વ .૪૪ , રહે.જુના વાઘણીયા , તા.બગસરા , જિ.અમરેલી મા પકડાયેલ મુદ્દામાલઃ રોકડા રૂ .૫૫,૩૮૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર , કિં.રૂ .૦૦ / - મળી કુલ કિં.રૂ .૫૫,૩૮૦ / -નો મુદ્દામાલ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર કે કરમટા તથા એલ.સી.બી ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી