પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભલાણીયા ગામના યુવક કલ્પેશ રાઠોડ કે.પી. ફાઉન્ડેશન ટ્રસ્ટનુ સંચાલન કરે છે જેમાં દર વર્ષે અભ્યાસ માટેની સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે જેમાં ધોરણ એક થી પાંચના બાળકોને ત્રણ નોટબુક તથા પેન્સિલ રબ્બર સંચો માપપટ્ટીની કીટ અને છ થી આઠના વિદ્યાર્થીને બે ચોપડા અને પેન આપવામાં આવે છે.જિલ્લાની લગભગ ૨૫ સ્કૂલમાં આ કાર્યક્રમ કરવામાં આવશે જેમાં આજ રોજ કાલોલ તાલુકાની જીલિયા તેમજ ફતેપુરી સહિત બે સ્કૂલમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં કાલોલના જાણીતા બિલ્ડર અને ઓમ એન્ટરપ્રાઇસના માલિક મનીષભાઈ રંગાણી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અને એમના હાથે બાળકોને કીટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.બાકીની ઉપરોક્ત તમામ સ્કૂલોમાં આગામી દિવસોમાં આ કાર્યક્રમો કરવામાં આવશે જેમાં પાંચ હજાર નોટબુક તેમજ બે હજાર ચોપડા બે હજાર પેન્સિલ રબ્બરની કીટ તેમજ બે હજાર બોલપેનનું વિતરણ કરવામાં આવશે.