સોનિયા ગાંધી ED ઓફિસ પહોંચ્યા
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં બીજા રાઉન્ડની પૂછપરછ માટે દિલ્હીમાં ED ઓફિસ પહોંચ્યા છે. તેમની સાથે તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી પણ હાજર છે.નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની EDની પૂછપરછ ચાલી રહી છે અને તેના વિરોધમાં કોંગ્રેસ સંસદથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી વિરોધ પ્રદર્શન કરી રહી છે. વિરોધ પ્રદર્શનમાં સામેલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની દિલ્હી પોલીસે વિજય ચોક ખાતેથી અટકાયત કરી છે.