અમરેલી ખાખબાઇની પરિણીતા રાજુલાના ડુંગર ગામે રહે છે સાસરિયાએ શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો રાજુલાના ખાખબાઇમા રહેતા અને ડુંગર સાસરે સ્થિત મહિલાને તેના પતિ સહિત સાસરીયાએ માતાપિતા પાસેથી પૈસા લઇ આવવાનુ કહી મારમારી શારીરિક માનસિક દુખત્રાસ ગુજારતા તેણે આ બારામા રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે . અહીં રહેતા વર્ષાબેન રાજેશભાઇ છોટાળા ઉ.વ .૩૦ નામના મહિલાએ રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન તારીખ ૧૦ / ૦૨/ ૨૦૧૪ના રોજ રાજેશ કમલેશભાઇ છોટાળા સાથે થયા હતા . લગ્ન બાદ રાજેશે માતાપિતાના ઘરેથી પૈસા લઇ આવવાનુ કહી મુંઢમાર મારી ઇજા પહોંચાડી હતી . તદ ઉપરાંત તેણે જીવતી સળગાવી દેવાની ધમકી પણ આપી હતી . તેમજ કમલેશભાઇ , દવલબેન , પ્રવિણભાઇ વિગેરેએ પણ કહેલ કે તારે દીકરીનો જન્મ થયો છે તારામા ખરાબ આત્મા છે કહી ગાળો આપી મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો .
રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી