સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે ગૃહરાજ્યમંત્રીના હોમટાઉન એવા સુરતમાં TRB જવાન બેફામ બની જનતાથી લૂંટ ચલાવી છે. કેટલાક TRB જવાનને જાણકે અધિકારીઓના આર્શીવાદ મળ્યા હોય તેવી રીતે સત્તા ન હોવા છતા વાહનો રોકી લાયસન્સ સહિત ડૉક્યુમેન્ટસની માગણી કરતા હોય છે અને જનતા પાસેથી કાયદાનું ડર બતાવી પૌસા પડાવતા હોય છે સુરતમાં જાગૃત નાગરિક અને એડવોકેટ મેહુલ બોઘરા જે અવાર-નવાર ભ્રષ્ટ્રાચાર સામે લડત આપતા હોય છે તેમના પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી જેમાં કોઇ લુખ્ખાતત્વો કે ગુંડાઓ નહી પણ TRB જવાનના સુપર વાઇઝર સજાન ભરવાડ નામના શખ્સે લાકડીઓ ઘા માથાના ભાગે ફટકારી ઇજાઓ પહોંચાડી છે જેને લઇ સમ્રગ બનાવ ચકચાર મચી જવા પામી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સમ્રગ બનાવની વિગત એવી છે કે સુરતના કેનાલ રોડ પાસે અવાર-નવાર TRB જવાન સહિત પોલીસના કેટલાક મળતિયાઓ જનતા પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હતા અને તેની ફરિયાદ એડવોકેટ મેહુલ બોઘરાને મળી હતી તે દરમિયાન કેટલાક શખ્સો ટેમ્પો રોકી હપ્તો લેતા હતા તે સમયે એડવાકેટ મેહુલ બોઘરાએ હપ્તો લેતા શખ્સોનું ફેસબુક લાઇવ કર્યુ હતુ ત્યા હપ્તો લેનારમાંથી TRB સુપર વાઇઝર પોતાની પાસે રહેલી લાકડી વડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો જેમાં ફેસબુક લાઇવમાં જોઇ શકાય છે કે એક શખ્શ હાથમાં લાકડી લઇને એક બાદ એક લાકડીઓના ઘા મારે છે જેં અંગે એડવાકેટ મેહુલ બોઘરા પોલીસના મળતિયાઓ હોવાનું આરોપ લગાવ્યો છે. તેમજ લોહીલુહાણ ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખેસડાયો હતો.

આ અંગે મેહલુ બોઘરા વિડિયોમા જણાવ્યુ કે કેનાલ રોડ પર TRB ઇન્ચાર્જ સજાન ભરવાડ છે જેણે મને વોર્નિગ આપી હતી કે અમારી વર્દી ભલે ઉતારી જાય પણ તને પતાવી દેવુ છે. એ લોકો પહેલાથી જ હુમાલની તૈયારીમાં હતા લશ્કાણા પોલીસ ચોકીથી 50મીટરના અંતરે ટેમ્પો ચલાક પાસેથી પૈસા પડાવાનો ગોરખધંધો ચાલવતા હતા