યુ.પી. ના પ્રયાગરાજ માં 17/8/22 ની સાંજે સાડા સાત વાગે એક વેપારી ની દુકાનમાં ત્રણ બદમાશો તમંચા લઇ ઘૂસી આવ્યા હતા, જેમાંથી એક બદમાશે વેપારી સામે તમંચો તાંકી ડરાવ્યો હતો, જયારે અન્ય બે લૂંટારા ડ્રોવર માંથી રૂપિયા સરકાવી રહ્યા હતા, આ દુકાન માં એક ગ્રાહક અચાનક આવી પડતા તે બદમાશો ના હાથમાં તમંચા જોતા કંઈપણ સમજે તે પેહલા ગ્રાહક ને પણ પકડી ને દુકાનમાં ખેંચી લેવામાં આવે છે જેથી કરી તે ગ્રાહક બૂમો ના પડી શકે,
આ લૂંટ ની ઘટના નો વિડિઓ સી સી ટીવી માં કેદ થઇ જાય છે.
કર્નલ ગંજ ક્ષેત્ર ના ગુલાટી માર્ગ પર બનેલ ઘટના આ મહિના ની ત્રીજી લૂંટની ઘટના છે, આર પી ગુપ્તા તેમજ તેમના ભાઈ મોહન ની દુકાનમાં છ લાખ પાંચ હઝાર રૂપિયાની લૂંટ થઇ હતી, જેમાં એક કર્મચારી એ વિરોધ નોંધાવતા લૂંટારુઓ એ તેને માર માર્યો હતો,
મોડી સાંજે ત્યાંની પોલીસ આવીને આ નકાબ પોશ લોકોની શોધખોળ આદરી દીધી હતી.
રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.