જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓનું વિભાજન કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત અને કચ્છ કચેરીઓના વિભાજન કરીને વધુ એક કચેરીને મંજૂરી અપાઈ છે. જેમ કે, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરાઈ છે, જ્યારે ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત અને કચ્છને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજિત કરાઈ છે. કચ્છ જિલ્લામાં હવે અંજાર પૂર્વ અને કચ્છ-ભુજ પશ્ચિમ એમ બે કચેરી રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોની સંખ્યા વધતા કચેરીઓમાં ભારણ વધી ગયું હતું, જે ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો છે.