જાફરાબાદ તાલુકાના લુણસાપુરમા રહેતા એક યુવક વિરૂધ્ધ જાફરાબાદ પોલીસ મથકમા અરજી કરવામા આવી હોય.જેની તપાસ માટે બે પોલીસકર્મીઓ તેના ઘરે જતા. આ યુવકે પોલીસકર્મીને ગાળો આપી ઝપાઝપી કરી ફરજમા રૂકાવટ કરતા તેની સામે જાફરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસકર્મી ધર્મેન્દ્રભાઇ જોરૂભાઇ વાળાએ જાફરાબાદ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે પોલીસ મથકમા તાલુકા પંચાયત સદસ્ય શિવરાજભાઇ ભોજભાઇ કોટીલાએ અરજી કરી હોય.તે અંગે પી.આઇ. જે.જે.ચૌધરીએ સામેવાળાને પોલીસ મથકે લઇ આવી કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કરેલ હતો. જેને પગલે પોલીસકર્મી ધર્મેન્દ્રભાઇ તેમજ હેડકોન્સ્ટેબલ રાજુભાઇ વરૂ સરકારી વાહન લઇને લુણસાપુરમા હરેશભાઇ સોમાતભાઇ બાળધીયાના ઘરે ગયા હતા અને તેને ઘર બહાર બોલાવ્યા હતા.જો કે હરેશભાઇએ ગાળો આપી ઝપાઝપી કરી કાઠલો પકડી લીધો હતો અને તમારા પટ્ટા ઉતરાવી નાખીશ. તેવી ધમકી આપી હતી. અને ઝપાઝપી કરી ફરજમા રૂકાવટ કરી હતી.બનાવ અંગે પીઆઇ જે.જે.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે. રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आतंकवाद से पीड़ित नागरिकों के आश्रितों के लिए एमबीबीएस सीटों के आवेदन आमंत्रित
शैक्षणिक वर्ष 2024-25 के लिए आतंकवाद से पीड़ित नागरिकों के जीवनसाथी और बच्चों के लिए केन्द्रीय पूल...
कापरेन पुलिस ने बजरी से भरे दो ट्रैक्टर ट्राली जब्त
कापरेन पुलिस ने अवैध बजरी से परी दो ट्रैक्टर ट्राली की
केशोरायपाटन
प्रदेश में...
અમરેલી જિલ્લા ના પીપલગ ગામના વતની અને ક્ષત્રિય સમાજના કાર્યદક્ષ યુવા કાર્યકર્તા એવા શિવરાજ વાળા તેમના ૩૦૦ જેટલાં કાર્યકરો ને લઇ ને કૌશિકભાઈ વેકરીયા ના હાથે કેશરીયા ધારણ કર્યા.
અમરેલી જિલ્લા ના પીપલગ ગામના વતની અને ક્ષત્રિય સમાજના કાર્યદક્ષ યુવા કાર્યકર્તા એવા શિવરાજ વાળા...
જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ આત્મ હત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી
જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ આત્મ હત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી
उपसरपंच पदी दत्तात्रय हरगुडे
सणसवाडी ग्रामपंचायत उपसरपंचपदी दत्तात्रय नामदेव हरगुडे यांची बिनविरोध निवड करण्यात आला. या...