RBI New Rule : નવા નિયમોમાં બૅન્કના ગ્રાહકોને અનેક ફાયદો.

આગામી કેટલાક મહિનાઓમાં દેશના બૅન્કિંગ કામકાજમાં મોટા ફેરફારો થવાના છે. ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)એ કુલ 237 બૅન્કિંગ નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આરબીઆઇએ ડ્રાફ્ટ પર સામાન્ય જનતા પાસેથી 10 નવેમ્બર સુધી સૂચનો માંગ્યા છે.

આ નવા નિયમો વર્ષ 2026ની શરુઆતથી લાગુ થઈ શકે છે. આરબીઆઇના પૂર્વ ગવર્નર આર. ગાંધીએ કહ્યું કે, નિયમનકારી કાયદાઓમાં સુધારા માટે પહેલીવાર આવો ડ્રાફ્ટ જાહેર કરીને લોકોના સૂચનો માંગવામાં આવ્યા છે. આરબીઆઇએ ડ્રાફ્ટ જાહેર કરી દીધો છે અને તેના નવા નિયમો 2026ની શરુઆતથી લાગુ થશે. નવા નિયમ મુજબ, જો ગ્રાહક સાયબર ફ્રોડની જાણકારી ત્રણ દિવસની અંદર બૅન્કને આપી દેશે, તો ગ્રાહકની જવાબદારી શૂન્ય થઈ જશે. જો બૅન્ક સમયસર કાર્યવાહી નહીં કરે તો તેના પર રૂ. 25000 સુધીનો દંડ લાગી શકે છે.

હાલમાં આવી કોઈ સમયમર્યાદા નક્કી નથી. જ્યારે બૅન્કના લોકરમાં ચોરી કે અન્ય કોઈ નુકસાન થાય તો બૅન્કે ગ્રાહકને લોકરના ભાડાના 100 ગણા સુધીનું વળતર ચૂકવવું પડશે.