બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો જામ્યો જંગ!, JDUએ 44 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં સામેલ JDUએ ગુરુવારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 44 ઉમેદવારોના નામ છે. આ પહેલા બુધવારે પાર્ટીએ 57 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. યાદી મુજબ, રૂપૌલીથી કલાધાર મંડલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે ધમદાહાથી મંત્રી લેસી સિંહ ફરીથી ચૂંટણી મેદાનમાં હશે. આ જ રીતે, ફૂલપરાસથી શીલા મંડલ, જ્યારે કડવાથી દુલાલચંદ ગોસ્વામી, બરારીથી વિજય સિંહ નિષાદ, ગોપાલપુરથી બુલો મંડલ, સુલ્તાનગંજથી લલિત નારાયણ મંડલ અને ચકઈથી મંત્રી સુમિત કુમાર સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં સામેલ JDUએ ગુરુવારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 44 ઉમેદવારોના નામ છે. આ પહેલા બુધવારે પાર્ટીએ 57 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. યાદી મુજબ, રૂપૌલીથી કલાધાર મંડલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે ધમદાહાથી મંત્રી લેસી સિંહ ફરીથી ચૂંટણી મેદાનમાં હશે. આ જ રીતે, ફૂલપરાસથી શીલા મંડલ, જ્યારે કડવાથી દુલાલચંદ ગોસ્વામી, બરારીથી વિજય સિંહ નિષાદ, ગોપાલપુરથી બુલો મંડલ, સુલ્તાનગંજથી લલિત નારાયણ મંડલ અને ચકઈથી મંત્રી સુમિત કુમાર સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઝાઝાથી દામોદર રાવત, નવાદાથી વિભા દેવી, બેલાગંજથી મનોરમા દેવી, રફીગંજથી પ્રમોદ કુમાર સિંહ અને નવીનગરથી પૂર્વ સાંસદ આનંદ મોહનના પુત્ર ચેતન આનંદને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ઘોસીથી ઋતુરાજ કુમાર JDUના ઉમેદવાર હશે. જહાનાબાદથી પાર્ટીએ ચંદ્રેશ્વર ચંદ્રવંશી, કુર્થાથી પપ્પૂ કુમાર વર્મા, નોખાથી નાગેન્દ્ર ચંદ્રવંશી અને ચૈનપુરથી મંત્રી જમા ખાનને ઉમેદવાર બનાવ્યા છે. કારાકાટથી મહાબલી સિંહ NDAના ઉમેદવાર હશે, તો કહલગાંવથી શુભાનંદ મુકેશ ચૂંટણી મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAએ રવિવારે બેઠકોની વહેંચણીની જાહેરાત કરી દીધી. આ વહેંચણી હેઠળ મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU)અને ભારતીય જનતા પાર્ટી (BJP) 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની પાર્ટી LJPને 29 બેઠકો મળી છે. પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) અને રાજ્યસભા સભ્ય ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચાને છ-છ બેઠકો મળી છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ થશે. જ્યારે મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે.