ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળા (ધોરણ 1થી 5)માં શિક્ષક બનવા માંગતા હજારો યુવાનો માટે TET-1 પરીક્ષાની જાહેરાત કરી છે. આ પરીક્ષા જે ઉમેદવારો પાસ કરશે, તેમને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક માટે પાત્રતા મળશે. ટેટ-1 પરીક્ષા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 29 ઓકટોબર, 2025થી શરૂ થશે, જ્યારે 14 ડિસેમ્બર 2025ના રોજ આ પરીક્ષા યોજાશે.