હિંમતનગર: (રાહુલ પ્રજાપતિ)
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના હમીરગઢ પ્રાથમિક શાળા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુરૂવારે રાત્રે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતીમાંં રાત્રિ સભાનું આયોજન કરાયું હતુ. આ પ્રસંગે ગામમાં આવેલા વિકાસરથનું સ્વાગત કરાયા બાદ ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ સભા યોજાઇ હતી.
આ રાત્રિ સભામાં તાલુકા વિકાસ અધિકારી સુરેશચંદ્ર ડાભી હમીરગઢ(શેરડીટીંબા)માં ઉપસ્થિત રહીને જણાવ્યુ કે, આ વિકાસ રથ દ્વારા સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ અંગેની વિસ્તૃત જાણકારી ગ્રામજનોને આપવામાં આવશે. તેમણે તમામ ગ્રામજનોને આ માહિતી મેળવીને સરકાર દ્વારા અપાતી સહાયનો પૂરેપૂરો લાભ લેવા માટે આહવાન કર્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ "વિકસિત ભારત" અંગેની ફિલ્મ નિહાળી હતી. સૌએ ભારત વિકાસ શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં સરપંચ મુકેશભાઈ પ્રજાપતિ, ડેરીના સેક્રેટરી ભરતભાઈ પ્રજાપતિ,પૂર્વ સરપંચ રમેશભાઈ પ્રજાપતિ અને ખેડ ગામના સરપંચ સોનલબેન પ્રજાપતિ સહિત  અગ્રણીઓ, વડીલો, પદાઅધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 
 
  
  
  
  