surat: હીરાના વેપારીઓને વિશ્વાસ કરવો ભારે પડયો!
સુરતમાં હીરા વેપારીઓ સાથે 4.80 કરોડની છેતરપિંડી કરનાર ચાર આરોપીઓ પકડાયા છે. ઇકોનોમિક સેલે ચાર આરોપીઓ નિકુંજ આંબલીયા, અનુજ શાહ, ચેતન સાગર અને મિતુલ ગોટીની ધરપકડ કરી લીધી છે. આ આરોપીઓની ખાસ સ્કીમમાં વેપારીઓ ફસાઈ જતાં હતા. આ શખ્સો વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને પોતાને દુબઈ અથવા હોંગકોંગના બાયર તરીકેની ઓળખ આપતા હતા. ત્યારે આરોપીઓએ રેપનેટ જેવી એપ્લિકેશન પરથી હીરાની ખરીદી કરી, સાત દિવસમાં પેમેન્ટ ચૂકવવાનું કહીને છેતરપિંડી કરતા હતા.