બનાસકાંઠા ના નવા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ ચાર્જ સંભાળ્યો..
બનાસકાંઠા જિલ્લાના નવા પોલીસ અધિક્ષક તરીકે પ્રશાંત સુમ્બેએ સોમવાર સવારે અંબાજી માતાના દર્શન કર્યા હતા. અને મંદિરમાં પૂજા-અર્ચના કરી મંદિરના શિખર પર ધજા અર્પણ કરી હતી.જે બાદ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે પાલનપુર પહોંચતા જ જિલ્લા કલેકટર કચેરીથી ઘોડા અને બેન્ડવાજા સાથે જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી સન્માનભેર પહોંચી સલામી આપવામાં આવી હતી.
દીકરી દ્વારા તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું. તરત જ ઓફિસમાં જઈને પ્રશાંત સુમ્બે મા અંબાની પૂજા અર્ચના કરી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.ચાર્જ સંભાળ્યા બાદ ડીવાયએસપી અને પીઆઇ કક્ષાના અધિકારીઓ જોડે મુલાકાત કરી હતી. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, અંબાજીમાં ભાદરવી પૂનમ મેળામાં સુરક્ષા માટે તંત્ર સજ્જ રહેશે. અને મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એવી માતાજીને પ્રાર્થના કરી હતી.