Ahmedabad: ચાંદલોડિયામાં ક્રૂરતાની હદ, એક નિર્દયી વ્યક્તિએ બાઈક પાછળ શ્વાનને બાંધીને 3 કિમી સુધી ઘસડ્યું
અમદાવાદ ના ચાંદલોડિયા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક અત્યંત ક્રૂર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક નિર્દયી વ્યક્તિએ પોતાના બાઈક પાછળ એક શ્વાનને બાંધીને લગભગ ત્રણ કિલોમીટર સુધી ધસડીને મોતને ઘાટ ઉતાર્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પશુપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.
બાઈકચાલકે શ્વાનને બાઇક પાછળ બાંધી 3 કિમી ધસડ્યો