કોકિલાબેન અંબાણીની તબિયત લથડી , અંબાણી પરિવાર પહોંચ્યો હોસ્પિટલ
મુંબઇમાં ઉધોગપતિ મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીને તબિયત બગડતા તાત્કાલિક HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તબીબી તપાસમાં હળવી નબળાઈ અને શારીરિક અસંતુલન જણાયા બાદ તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
આ દરમિયાન મુકેશ અંબાણી હોસ્પિટલની નજીક જોવા મળ્યા હતા, જ્યારે અનિલ અને ટીના અંબાણી પણ કાલિના એરપોર્ટ પર પહોંચ્યા હતા. અંબાણી પરિવાર હાલ સંપૂર્ણપણે તેમની સંભાળમાં લાગેલો છે અને તબીબી ટીમ સતત તેમની સારવાર કરી રહી છે. હોસ્પિટલ તરફથી હાલ કોઈ વિગતવાર નિવેદન આપવામાં આવ્યું નથી,
પરંતુ પરિવારના સૂત્રોએ ખાતરી આપી છે કે તેમને યોગ્ય સારવાર મળી રહી છે. મુંબઈ સહિત સમગ્ર દેશમાં લોકો તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.