વિદ્યાર્થીની ચપ્પુ મારી હત્યા, સેવન્થ-ડે સ્કૂલ સામે સિંધી સમાજે કર્યા ગંભીર આરોપ, સ્ટાફને ઝીંક્યા લાફા  

અમદાવાદના ખોખરામાં વિદ્યાર્થીએ હુમલો કરતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીએ જીવનની જંગ હારી ગયો છે.. નયન સંતાણી નામના વિદ્યાર્થીનું ટૂંકી સારવાર પછી મોત થયું છે.. મહત્વનું છે કે, સેવન્થ-ડે સ્કૂલમાં ધોરણ 10માં ભણતા નયન સંતાણીને અન્ય વિદ્યાર્થીએ પેટમાં ચપ્પુ માર્યું હતું.. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને પરિજનોએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.. મળતી માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ સ્કૂલમાં મૃતક નયન સંતાણી અને તેની જ સાથે ભણતા વિદ્યાર્થી વચ્ચે ધક્કામુકીને લઈને વિવાદ થયો હતો.. જેમાં વિદ્યાર્થીએ મનમાં વેરની ગાંઠ વાળી લીધી.. વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને નયન સંતાણી પર હુમલાનો પ્લાન ઘડી નાખ્યો.. પ્લાનને પાર પાડવા માટે તે શાળામાં ચાકુ લઈને આવ્યો હતો.. શાળામાં છૂટ્ટી થયા પછી 7-8 વિદ્યાર્થીઓએ નયન સંતાણીને ઘેરી લીધો હતો.. અને તકનો લાભ લઈને નયન સંતાણીને પેટમાં ચાકુના ઘા મારી દીધા હતા.. મૃતકના પરિવારનો આક્ષેપ છે કે, હુમલા પછી નયન નીચે ઢળી પડ્યો છતા શાળામાં કોઈએ તેના પર ધ્યાન ન આપ્યું.. અન્ય વિદ્યાર્થીઓએ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી.. અને તેના પરિવારને જાણ કરી.. ત્યાં સુધી શાળામાંથી કોઈએ ગંભીરરીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની કોઈએ દરકાર ન લીધી.. પરિવારે શાળા પર બેદરકારીનો આરોપ કરીને સવાલ કર્યો છે કે, વિદ્યાર્થી પાસે ચાકુ હતું, ત્યાં સુધી કેમ કોઈને જાણ ન પડી?