દૂધ પીવું હિતાવહ નથી, લમ્પી વાઇરસ વાળા પ્રાણી નું દૂધ પીવું કે કેમ આવા અન્ય સવાલો નાગરિકો માં ઉઠે છે અને ભય ફેલાય છે, એક સમાચાર મુજબ વાઇરસ વાળા પ્રાણી નું દૂધ પીવું હિતાવહ નથી.
ગાય જેવા પ્રાણીઓમાં લમ્પી વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે !
અત્યાર સુધીમાં 3 ગાયોના મોત !
બે-ત્રણ અઠવાડિયા પહેલા સાબરકાંઠાના હિમતનગર શહેરની એક રખડતી ગાયમાં લમ્પી વાઈરસ જોવા મળ્યો હતો, ત્યાર બાદ વહીવટ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને વેક્સીન તેમજ અન્ય સારવાર ચાલુ કરી દેવાઈ હતી, જેથી મૃત્યુ દર ખુબજ નીચો ગયો છે તેવું પશુપાલન અધિકારી જે બી પટેલે જણાવ્યું હતું.
લગભગ 20 દિવસમાં આ વાઈરસ 500 પશુઓમાં ફેલાઈ ગયો છે !
જો કે તેમાં મૃત્યુનું પ્રમાણ ઘણું ઓછું છે! આ બાબતને ગંભીરતાથી લઈને વહીવટીતંત્રે તેના રસીકરણનો ડોઝ આપવાનું શરૂ કરી દીધું છે.
વહીવટીતંત્રની સામે અત્યાર સુધીમાં માત્ર એક ગાયનું લમ્પી વાયરસથી મોત થયું છે, જ્યારે સમાચાર મુજબ ખેડબ્રહ્મા અને પ્રાંતિજ જેવા ગામના ખેડૂતની એક એક ગાય આ લમ્પી વાયરસથી મૃત્યુ પામી છે.
બે-ત્રણ અઠવાડિયા પહેલા ઉત્તર ગુજરાતના ગામો જેવા કડી કલોલમાં સેંકડો ગાયો લમ્પી વાયરસથી મૃત્યુ પામી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
હિમાચલ સરકાર એકાદ અઠવાડિયા પેહલા લમ્પી વાયરસ ને મહામારી ગોષિત કરી ચુકી છે, જયારે રાજસ્થાન સરકારે પણ પ્રાણીઓમાં થતા ચામડીના આ ચેપી રોગ થી ચિંતા કરી છે.
રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર