ડીસામાં દક્ષિણ પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોર્ડ પોલીસ ચોકીનું લોકાપર્ણ કરાયું હતું. જેમાં ડીસા દક્ષિણ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ સર્વેલન્સ સ્કવોર્ડ પોલીસ ચોકીનું બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પધારતાં નાના બાળાઓએ કંકુ તિલક સાથે મોં મીઠું કરાવી સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ મહારાજના વેદાંત મંત્રોચ્ચાર સાથે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડાના હસ્તે રીબીન કાપી સર્વેલન્સ સ્કવોર્ડ પોલીસ ચોકીને ખુલ્લી મૂકાઇ હતી. જેમાં બનાસકાંઠામાં અકસ્માતની સંખ્યામાં વધારો થતાં બનાસકાંઠા જીલ્લા પોલીસ વડાએ ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં ટુ-વ્હીલર વાહનચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવાં અપિલ કરી છે.

જ્યારે બનાસકાંઠા જીલ્લામાં સાઇબર ક્રાઇમમાં કેસોમાં વધારો થતાં સાવધાની રાખવા માટે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડાએ લોકોને જાગૃત કર્યાં છે. જ્યારે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડાએ આવનાર મહેમાનોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડીને વિશેષ સન્માન કર્યું હતું. જ્યારે આવનાર મહેમાનોને ડીસા પોલીસ સ્ટાફ દ્વારા મોં મીઠું કરાવ્યું હતું.

ડીસા દક્ષિણ પોલીસના પી. આઇ. વી.એમ. ચૌધરીએ લોકોને સર્વેલન્સ સ્કવોર્ડ પોલીસ ચોકી વિશે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા સુવિધાઓ સાથે સર્વેલન્સ સ્કવોર્ડ પોલીસ ચોકી તૈયાર કરાતાં બનાસકાંઠા જીલ્લા પોલીસ વડાએ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.એમ.ચૌધરી અને પોલીસ સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ડીસા ડી.વાય.એસ.પી. સી. એલ. સોલંકી, ડીસા ઉત્તર, ડીસા દક્ષિણ અને ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ., પોલીસ સ્ટાફ, આગેવાનો, અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.