ડીસા માં રોહિત સમાજનો સમૂહ લગ્નોત્સવ..

જૂનાડીસા સ્થિત સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર ખાતે ડીસાવળ 100 ગામ રોહિત સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ કાર્યક્રમ ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ અને સંત શ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો..

સમાજ ના પંચ પટેલ બબાભાઈ પુનડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 30 નવયુગલોએ લગ્નગ્રંથિથી જોડાયા, કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા અને ભોજન દાતા દિનેશભાઈ પુનડિયા (ડી.વાય.એસ.પી.) વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા, સમાજના અગ્રણીઓ અશ્વિનભાઈ પરમાર, મુકેશભાઈ સોલંકી, સોનાજી ચૌહાણ, મણિલાલ ધોકડીયા, રમેશભાઈ વારેચા, ભીખાભાઈ સોલંકી, સોમાભાઈ વાઘેલા સહિત ૧૦૦ ગામ ડીસાવળ રોહિત સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..

ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી એ પોતાના પ્રવચનમાં સમાજ ને વ્યસનમુક્ત બનાવવા અપીલ કરી, તેમણે સામાજિક સમરસતા જાળવવા પર ભાર મૂક્યો અને રોહિત સમાજના કાર્યો માટે સતત સહયોગ ની ખાતરી આપી, ટ્રસ્ટના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી, જગમાલભાઈ સોયલા, વેલાભાઈ ઢુવા, ચેલાભાઈ છત્રાલિયા, દશરથભાઈ પાલડી તેમજ અન્ય નામી-અનામી આગેવાનોની ઉપસ્થિતિમાં ડી.આર.એસ.ની સંપૂર્ણ કારોબારી ટીમ છેલ્લા એક મહિનાથી કાર્યક્રમની સફળતા માટે સખત મહેનત કરી, સ્થાનિક યુવાનોએ પણ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો, રૂરલ પોલીસ જવાનોએ ટ્રાફિક વ્યવસ્થા સંભાળી. આમંત્રિત મહેમાનો અને દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું..