ડીસામાં પી.એન. માળી ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે ડીસામાં એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પી.એન. માળી ફાઉન્ડેશન દ્વારા કલ્યાણપુરા ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા આ કેમ્પમાં રાજ્ય સભા ના સાંસદ મયંક નાયકે રક્તદાન કર્યું..
કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભણસાલી ટ્રસ્ટ, ભૂમિ, ગાયત્રી અને સંકલ્પ વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગ થી કરવામાં આવ્યું, આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સૈના ના જવાનો અને જરૂરિયાતમંદ નાગરિકો માટે તાત્કાલિક રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો..
કાર્યક્રમ માં પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા અને પ્રદેશ ભાજપ ભક્તિ મોરચાના મંત્રી પી.એન. માળી ઉપસ્થિત રહ્યા અને જિલ્લા કલેકટર અને પોલીસ વડા સહિત અનેક રાજકીય અગ્રણીઓ અને કાર્યકરો પણ જોડાયા હતા..
ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કરનારા તમામ દાતાઓ ને આકર્ષક ભેટો આપવામાં આવી, આ કેમ્પ ડીસા શહેર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે પ્રેરણાદાયી કાર્યક્રમ બની રહ્યો છે..