ડીસા સરદાર પટેલ બાગમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન..

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ડીસા તાલુકા શાખાએ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે, સરહદ પર દેશ ની સુરક્ષા માટે લડતા જવાનો અને જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું, કેમ્પ શનિવારે સવારે 8:30 થી 12:30 દરમિયાન સરદાર પટેલ બાગ, સાંઈબાબા મંદિર, ડીસા ખાતે યોજાયો હતો, શહેર ના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું..

આયોજકોએ જણાવ્યું કે, રક્તદાન અનેક જરૂરિયાતમંદ લોકોના જીવન બચાવી શકે છે, તેમણે રક્તદાતાઓ નો આભાર માન્યો અને અન્ય લોકોને પણ આ માનવતાના કાર્યમાં જોડાવા અપીલ કરી, દરેક રક્તદાતા ને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી છે..

કેમ્પને સફળ બનાવવામાં ભણશાલી બ્લડ બેંક, સંકલ્પ બ્લડ બેંક અને ગાયત્રી બ્લડ બેંકનો સહયોગ મળ્યો, આ બ્લડ બેંકોના પ્રતિનિધિઓ એ રક્તદાન પ્રક્રિયાને સુચારુ રીતે સંચાલિત કરી, મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને સામાજિક જવાબદારી નિભાવી હતી, આ કેમ્પ એક પ્રેરણાદાયી પહેલ બની રહ્યો છે, જે અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રેરિત કરશે..