પાલનપુરના નજીક આવેલા કરજોડા ગામમાં કોરોના કાળ વખતે 13 વર્ષની દીકરી પર એક મહિનાથી રોજ દુષ્કર્મ ગુજારતા સાવકા બાપને પાલનપુરની પોસ્કો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. જેતે વખતે આ મામલમાં પાલનપુર પોલીસ ફરિયાદી બની હતી. દીકરીની માતા પહેલા પતિને છોડી દીધો હતો બાદમાં પ્રેમી પાસે રહેવા ગઈ તેની પાસે 7 વર્ષ રહી તેનેય છોડી દીધો હતો અને બીજે ભાગી ગઈ હતી.જેના લીધે દીકરીની જિંદગી નર્કાગાર બની ગઈ હતી.
પાલનપુર તાલુકાના કરજોડા ગામે મૂળ અમદાવાદ સાબરમતી ડી કેબીન, રેલવે કોલોની કાળીગામનો 35 વર્ષિય શખ્સ પાલનપુર તાલુકાના કરજોડા ગામે ભાડાના મકાનમાં સાવકો બાપ તેની 13 વર્ષની પુત્રી ઉપર છેલ્લા એક માસથી દુષ્કર્મ આચરતો હતો. જેથી કિશોરીને પાલનપુર તાલુકા પોલીસ મથકે લાવી પોલીસને સોંપવામાં આવી હતી.બાદમાં સાવકા બાપને સજા અપાવવા પાલનપુર તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ.એ ફરિયાદ નોંધાવી હતી.
જે અંગેનો કોર્ટમાં ચાલી જતા એડિશનલ સેશન્સ જજ અમિત જે કાનાણીએ અરવિંદ નરેશ ઉર્ફે રાકેશ પ્રમોદભાઈ રાજપુતને 20 વર્ષ ની સખત કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.પાલક પિતાની હેવાનીયતનો ભોગ બનેલી દીકરીની માતાએ અગાઉ તેમની અનુસૂચિત જાતિના યુવક સાથે લગ્ન કર્યા હતા. જેમના લગ્ન જીવન દરમિયાન દીકરી જન્મી હતી. જે બાદ તેણે મૂળ અમદાવાદ સાબરમતી ડી કેબીન, રેલવે કોલોની કાળીગામનો 35 વર્ષિય શખ્સ સાથે ઘર માંડ્યું હતું. અને બીજી 5 વર્ષની દીકરી જન્મી હતી.
જોકે, હેવાને પોતાની સાવકી દીકરી ઉપર નજર બગાડી કુકર્મ આચર્યું હતું. તારી માં મને છોડીને ચાલી ગઈ તો તું મારી પત્ની બની જા કહીને દુષ્કર્મ આચરતો 13 વર્ષીય પુત્રી એકલી હોવાથી નરાધમ સાવકો બાપ પોતાની હવસ સંતોષવા પુત્રીને " તારી માં મને છોડીને ચાલી ગઈ તો તું મારી પત્ની બની જા એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો" તેવું નિવેદન પોલીસને તે વખતે લખાવ્યું હતું.