ડીસા તાલુકાના વિરૂણાના હાલ સુરત રહેતાં નારણભાઇ જોરાભાઇ ખટાણાએ ધાનેરા તાલુકાના દેધા ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેઓ વતન વિરૂણા આવ્યા હતા.
તે દરમિયાન રાત્રે વાહનોમાં આવેલા સાસરી પક્ષના સાગરભાઇ નારણભાઇ ચરમટા, મગનભાઇ મફાભાઇ ચરમટા, કાનાભાઇ કાળુભાઇ ચરમટા, દિનેશભાઇ હરીભાઇ ચરમટા, લીલાભાઇ પુંજાભાઇ ચરમટા,
માવજીભાઇ હરીભાઇ ચરમટા, રામશીભાઇ પીરાભાઇ ચરમટા, અમરશીભાઇ નાગજીભાઇ ચરમટા, દેવજીભાઇ સમાભાઇ ચરમટા, પરબતભાઇ પીરાભાઇ ચરમટા, પ્રકાશભાઇ મફાભાઇ ચરમટા અને વિરૂણાના
નરેશભાઇ ભુરાભાઇ કાળોતરાએ માતા-પુત્રીનું અપહરણ કરતાં તેમની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.