અંગાડી ખાતે સમસ્ત મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની નમાઝ ઈદગાહ ખાતે અદા કરી. ઈદની આનંદ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. .

ગલતેશ્વર તાલુકાના ગામ અંગાડી ખાતે આવેલ ઈદગાહ 

 મસ્જિદ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના બિરાદરોએ ઇદ ઉલ ફિત્ર. રમજાન ઈદ ની નમાઝ ખૂબ જ આનંદ ઉલ્લાસ અને કોમી એખલાસ ભર્યા શાંતિપૂર્ણ વાતાવરણમાં અદા કરવામાં આવી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો એ એકબીજાને ખભેથીખભા મિલાવી મુસાફોકરી હાથ મિલાવી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશમાં અને ગામમાં શાંતિનો માહોલ જળવાઈ રહે અને દેશ અને રાજ્યમાં કોમી એખલાસ શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તેવી દુઆ કરવામાં આવી હતી.

આ પ્રસંગે અંગાડી પહાડિયા. કસબા. અંગાડી નેપાલ પુરા. સ્ટેશન મસ્જિદ નામૌલાનાએ ઉપસ્થિત રહી ઈદ ની નમાજ અદા કરાવી હતી.

આ પ્રસંગે ગામના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ ભેગા મળી એકબીજાના સાથ સહકાર મેળવી ઈદની નમાજ ની વ્યવસ્થા ઇદગાહ મસ્જિદ ખાતે કરવામાં આવતા મુસ્લિમ સમાજમાં એકતાનો માહોલ જોવા મળ્યો હતો.

પત્રકાર અનવર સૈયદ ઠાસરા ખેડા